“સાંભળ, એ કમિટેડ છે, મારાં સૂત્રો અને નેટવર્ક વિશે તો મેં તને કીધેલુને , એ અમારા બાજુની જ છે એટલે માહિતી મળી ગઈ, કેટલાક ફ્રેન્ડ્સ કૉમન છે,એમણે કીધું કે એ કમિટેડ છે અને એકદમ સ્ટ્રોંગ બોન્ડ્સ છે બેઉનાં, પેલો એન્જિનિરીંગમાં છે ને લગભગ બે વર્ષ ઉપર થઇ ગયા હશે બંનેને, મારા ખ્યાલથીબેઉના ઘરે પણ આ વાત ખબર છે….હલ્લો, ભાઈ કાંઈ બોલ તો ખરો, સાંભળે છે ને તું ! ભૂલી જા, બીજી કોઈને શોધ, પેલીની વાત કરતો હતો ને તું કે કલાસમાં પ્રેકટીકલ્સમાં તારી જોડે બો પંચાત કરે, એના વિશે કઈ વિચારજે, ચાલ તારા નસીબ બી મારા જેવા વાંકા છે, મને લાગતું નહિ એમાં તારા કોઈ ચાન્સીસ હોય, ચાલ ધ્યાન રાખજે! સોમવારે મળીયે.” સામેથી ફોન કપાઈ ગયો, પણ આકાશ હજુય એને કાને ધરીને શંકરભગવાનના પોસ્ટર સામે ઉભો હતો. વાચાળ એવા આકાશના મોઢામાંથી એક પણ શબ્દ નીકળી રહ્યા નહોતા. “આજે બૌ જ કાઠી ભૂખ લાગી છે અને સંજુભાઈની મેસમાં કૈક સારું બન્યું હશે” એવી આશાએ નીકળેલ પણ હવે જાણે