ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-42 નીલાંગી શ્રોફ સર સાથે ચર્ચા કરીને ખુશ થતી ચેમ્બરની બહાર નીકળી ગઇ. પછી એ અને વિશ્વનાથ બન્ને ઓફીસની કારમાં આમોલની ઓફીસ જવા નીકળી ગયાં. નીલાંગી મનમાં ખુશ થઇ રહેલી કે સર અમોલ સરને ફોનકરી દેશે. પછી તરતજ નીલાંગનો વિચાર આવી ગયો નીલાંગને કેવી રીતે કહેવું કે અમોલનીજ ઓફીસ એ જોઇન્ટ કરી રહી છે...પછી મનમાં ડર સાથે એવો જવાબ આવ્યો કે હમણાં કહીશજ નહીં કે હું જોઇન્ટ કરુ છું પણ એમનાં પ્રોજેક્ટ માટે મારે અમોલ સરની ઓફીસ જવાનું થાય છે. યોગ્ય સમયે કહી દઇશ. નહીંતર મને નીલાંગ જોઈન્ટ કરવાજ નહી દે.. મારે પૈસા કમાવવા છે મારે રોબ મારવો