અત્યારે ના તો પાનખરનો મોસમ છે કે ના તો કોઈ એવી ઘટના ઘટી છે છતાં કેમ બધું ઉજ્જડ ભાસે છે??? આ પવનની લહેરખીઓનો સ્પર્શ જાણે કે ભુલાઈ ગયેલાં અને અધૂરાં રહેલાં સપનાઓની યાદ આપવે છે. કાયમની સાથી બની ગયેલી આ એકાંતની ક્ષણો જાણે સમયની વાગેલી થપાટો અને ઠોકરો યાદ કરાવે છે. પોતાનાનું સાચવવામાં 'સ્વ' નું બધું જ રહી ગયું. આ ફોટાઓ માત્ર સંગ્રહિત કરેલી યાદો નથી પણ મેં જીવેલી ક્ષણોનું જાણે તરોતાઝા ચિત્ર ઉપસાવે છે. આ કોલેજ સમયના ફોટો જોઈને તો મને લાગે છે જાણે હું એ જ સમયમાં પહોંચી ગયો. અમે બધા મિત્રો સાથે