ચંદ્રેશ ની બદલી કચ્છ ના અંતરિયાળ દેશલપર ગામ માં થઈ આજે એ પોસ્ટઓફિસ માં હાજર થયો.ગામ ના સરપંચ જોડે મુલાકાત કરી પોતાનું પરિચય આપ્યો.અને પોસ્ટમાસ્તર ના જુના મકાન માં પ્રવેશ કરે છે.ત્યાંજ આચાનક એક અવાજ ચંદ્રેશ ના કાને પડે છે. મારી ટપાલ આવી છે..?? ચંદ્રેશ ગભરાઈ ને પાછળ જુવે છે.તો રાત ના અંધારા માં કોઈ દેખાતું ન હતું.મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરી ગેટ તરફ આગળ વધે છે.ત્યાંજ એક સ્ત્રી ત્યાંથી ભાગતી નજરે પડે છે. અવાજ આપ્યા છતાંય તે ત્યાંથી જતી રહે છે. ચંદ્રેશ વિચારો માં પડ્યો કે એ સ્ત્રી કોણ હોઈ શકે ..!! અને વિચારો જ વિચારો માં મુસાફરી ના થાક ના લીધે આંખ