કિચનનું બધું જ કામ પતાવી પ્રિયા બહાર આવી. ભાભી બાલ્કનીમાં કપડાં સૂકવતાં હતાં. અંદર આવ્યાં એટલે પ્રિયાએ સ્કૂટીની ચાવી લીધી."ક્યાં જાય છે?""હમણાં આવું છું. મોનિકાનાં ઘરે નોટ્સ લેવા જાઉં છું. કાલે અસાઈન્મેન્ટ્સ છે.""સારું, સારું."પ્રિયા મોનિકાનાં ઘરે જવાને બદલે એક ઓફિસમાં ગઈ. એ ઓફિસમાં લલિત કામ કરતો હતો. લલિત પ્રિયાની જ કોલેજમાં એનાથી એક વર્ષ આગળ ભણતો હતો. બંને લાયબ્રેરીમાં રોજ વાંચવાં માટે જતાં હતાં. એકવાર બાજુ-બાજુમાં બેઠાં હતાં. એકબીજાને સ્માઈલ કરી. રોજ મળવાનું થતું એટલે થોડી-થોડી વાતચીત થવાં લાગી. ધીરે- ધીરે સારાં મિત્ર બની ગયાં હતાં. ગ્રેજ્યુએશન કરી લલિત એક ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ કરવાં લાગ્યો. સાથે-સાથે આગળ ભણવાનું પણ