છપ્પન “પણ કેમ?” વરુણ રીતસર સોનલબા પાછળ દોડ્યો અને એમની આગળ જઈને બરોબર દરવાજા વચ્ચેજ ઉભો રહ્યો. “એમને ખબર તો પડવી જોઈએને?” સોનલબા વરુણ સામે આવી જતાં રોકાઈ ગયાં. “શેની?” વરુણ એકદમ અચંબિત હતો. “એ જ કે મારો ભઈલો જેવો તેવો છોકરો નથી જેવો એ માની રહ્યાં છે.” સોનલબાએ દાંત ભીંસીને કહ્યું. “એવું એમને કહેવાની કશીજ જરૂર નથી બેનબા. આગળ જે થવાનું હશે એ થઈને જ રહેશે, પછી આપણે ગમે તેટલી મહેનત કરીએ.” વરુણ પણ પોતાની જગ્યાએ જ ઉભો રહીને બોલી રહ્યો હતો. “વરુણની વાત સાચી છે સોનલબેન. મને તો આ રિલેશનનું કોઈજ ભવિષ્ય દેખાતું નથી, પહેલાં પણ