નારી 'તું' ના હારી... - 7

  • 4.7k
  • 1.4k

( માનસીને ત્રણ ટાંકા આવ્યા હતા. મોહનભાઇ દવાખાને આવી પહોંચ્યા હતા અને માનસીને લઈને ઘરે આવ્યા..)બે ત્રણ દિવસ માનસી ઘરે જ રહી પછી ફરી નિશાળે જવાનું ચાલુ કરી દીધું. માનસી ભણવામાં પણ જેટલી હોશિયાર એટલી જ ચપળ હતી. કોઈ છોકરીને પણ કોઈ પ્રોબ્લેમ હોય કે પછી કોઈ છોકરા હેરાન કરતા હોય તો એ માનસી પાસે જ જાય. અને માનસીને તો ક્યાં કોઈની બીક હતી જ..એ તો ચોખ્ખું જ કહેતી કે.." આપડને સોકરીયુંનો અવતાર મળ્યો સે તે હું થઇ ગયું..બીવાનું થોડીન હોય..આપડે કોઈના બાપની હાડીબાર નથ.."મોહનભાઇએ પણ માનસીને પહેલેથી જ શીખવેલું કે.."ક્યારેય ખોટું કરવાનું નય અને ખોટું સહન કરવાનું નય..ખોટું થાતું