તરસ

(16)
  • 3.6k
  • 1.1k

જમ્મુતવી ટ્રેન પાલનપુર રેલ્વેસ્ટેશનથી ઉપડે છ કલાક ઉપર વીતી ગયા હતા. ભર ઉનાળાનો સમય હોવાથી ગુજરાતીઓ ઉત્તર ભારતમાં ઉભરાઈ જવા તત્પર હતાં. લગાતાર ફેરિયાઓ અને ગુજરાતી સ્ત્રીઓની અવર-જવરથી આખો ડબ્બો વાઈબ્રન્ટ બન્યો હતો. સચિન તેણે ચાલુ કરેલા નવા બિઝનેસ બાબતે પોતાના ડીલર સાથે ડીલ ફાઇનલ કરવા લુધિયાણા જઇ રહ્યો હતો. દર વખતે પરિવાર સાથે ટ્રાવેલિંગ કરતો સચિન આજે પ્રથમ વખતે એકલો જઇ રહેલો હતો. સાથે એક નાની બેગ અને જરૂર જણાય તેટલા રૂપિયા લઈને તે નીકળ્યો હતો. બારી બાજુની બે બેઠકવાળી સીટ પર તેનું રિજર્વેશન થયું હતું. સામેની સીટ પર ચાર બંગાળીઓ અને બે ગુજરાતીઓ બેઠાં હતાં. શરૂઆતમાં બંગાળીઓ