આગળના ભાગમાં ઝંખના માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે. તે સોહમને તેના મનની વાત કહી મદદ કરવા કહે છે. ત્યારે તે ડૉ. વ્યાસની સાથે કાઉન્સીલીંગ દ્વારા સપનું ભૂલવામાં સફળ થાય છે. એક મહિનામાં આ વાત વિસરાઈ જાય છે. અમિતના કૉલેજથી ઘરે આવતા તેનું બાઈક પંચર થાય છે. ત્યાં એક અજનબી છોકરી તેની મદદ કરવા માંગે છે. હેલ્મેટને કારણે તે કોણ છે તે ઓળખી શકતો નથી.. અને તેની સાથે ગુસ્સાથી વાત કરે છે, તેમ છતાં તે અજનબી જબરજસ્તી મદદ કરવા તૈયાર છે. હવે આગળ... ********** અમસ્તાં નથી, મળતા અહીં કોઈ અંજાન અજનબી.! મળ્યા છે, તો જરૂર હશે!! ઋણ સંબંધ કોઈ કુદરતી..