દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-9: શંકા

  • 3.1k
  • 1.1k

ભાગ-9: શંકા વર્ષ:2014 "ક્યાં ખોવાઈ ગયો છે આજકાલ. હમણાંથી તો તું અમને મળતો પણ નથી અને ના હોસ્ટેલ ઉપર હોય છે કે ના ફ્લેટ પર. ક્યાં છો સાહેબ આજકાલ?" દેવે ફોન ઉપર પૂછ્યું. "છોકરી મળી ગઈ એટલે આપણને ભૂલી ગયો છે."ઇશીતાએ કહ્યું. "ગાઈઝ, એવું કંઈ નથી. મારે તમને કંઇક કહેવું છે. આજે સાંજે મળીએ આપણાં અડ્ડા ઉપર." કહીને લવે કોન્ફરન્સ કોલ કટ કર્યો. સાંજે ત્રણેય મિત્રો તેમના અડ્ડા ઉપર ભેગા થયા. લવ ચૂપચાપ ઉભો રહ્યો અને દેવ અને ઇશીતા બેઠા હતા તેમની સામે આંટા મારવા લાગ્યો. "મોઢા માંથી ભસીસ હવે કે શું થયું? આજે અચાનક કેમ અમે સાંભરી આવ્યા તને."