વહેલી સવારના પહોરની વાત જ કંઈક ઔર છે... સવારમાં શાંત અને પ્રફુલ્લિત મન હોય .... એમાં પણ હિલ સ્ટેશન હોય તો વાત જ શું પૂછવી... !! મન અને તન બંને ઝઝૂમવા લાગે... સવારે ચાર વાગ્યાની આસપાસ ટ્રાવેલ સાપુતારાની એક હોટલ આગળ આવીને થંભી...સાડા પાંચ વાગ્યે ફરી ભેગા થવાનું નક્કી કર્યા બાદ બધાં જ ફ્રેસ થવા માટે જતાં રહ્યાં..." વાઉ... આરુષિ તું તો યાર હજુય કેટલી બ્યુટીફુલ લાગે છે... લાગતું જ નથી કે તારે એક દિકરો... જોજે કોઈ તને લાઈન ના મારવા લાગે " કુહુ તૈયાર થતી આરુષિને જોઈ બોલી... " જાને તું હવે... અને ફટાફટ તૈયાર થા...