ભાગ :- 8બીજા દિવસે સવારે માલતીને રજા મળી જાય છે. માલતી બેન, સવિતા બેન અને દીપક મહેશ ની કારમા બેસીને સવિતા માસી ના ઘરે જાય છે. દીપક ને પણ આજે હોસ્પિટલમાં જવાનું હતું આજે એનો પહેલો દિવસ હતો. એટલે તે મમ્મીને માસીના ઘરે મુકીને હોસ્પિટલમાં જવાનો હતો. માલતી પોતાની માનતા કયારે પુરી થશે તેના વિચારો ખોવાયેલી હતી. કાર મહેશ ચલાવી રહયો હતો. દીપક આગળ ની સીટ પર બેસેલો હતો અને માલતી બેન, સવિતા બેન પાછળ ની સીટ પર બેસેલા હતા. આગળ રેડ સિગ્નલ હોવાથી કાર ઊભી રાખે છે. સવિતા બેનનું ધ્યાન રોડની સામેની સાઇટ બાજુની કાર તરફ જાય છે. એને