" હેલો મિસ પ્રગતિ..." બે પાંચ મિનિટ પછી વિવેક ત્યાં આવી પહોંચે છે. " યસ..." પ્રગતિ આંખ ઉઘાડતા જ વિવેકને જોઈને વ્યવસ્થિત બેઠી થવા જાય છે..... " ઇટ્સ ઓહકે. નો ફોર્મલિટીઝ . અહીંયા મને ધ વિવેક બંસલ ન સમજો તો મને ગમશે. " વિવેકએ સહજતાથી ખુરશી લઈને ગોઠવતા કહ્યું. પ્રગતિ એ જ પરિસ્થિતિમાં થોડી સીધી થઈને બેઠી. વાત ની શરૂઆત કોણ કરે એ મૂંઝવણમાં બંને તરફ બે મિનિટ મૌન રહ્યું. " તમારે કશું વાત કરવી હતી ને મારી સાથે...." આખરે વિવેક એ મૌન તોડ્યું. " જી... હાજી...હા...એક " પ્રસંગના વાતાવરણમાં આ રીતે વાત