શિર્ષક : પિયુઘેલીએક રૂપ રમણી નાર નમણી ડાબી ને જમણી સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય. લાલ ઘાઘરી કમખે કાંગરી ઓઢી ચુંદડી સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય. હાથે ખનકતી પગે છનકતી કટિ લચકતી સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય. આંખ કજરી નાકે નમણી કર્ણ ઝુમકી સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય. પિયુ બાવરી સજી સાવલી ઠંડી વાયરી સરરરરરર સરકતી જાય, બધાની આંખે રમતી જાય. હૈયે હરખતી નેણે નિરખતી હસતી હસાવતી સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય. ભાગી હરણી ઊડી ડમરી ક્યાંય ન રોકાણી સરરરરરર સરકતી જાય, બધાંની આંખે રમતી જાય. નદીએ નહાતી ગીતો ગાતી