પ્રકરણ ૭ જૈનો નું અમેરિકન દ્વિવાર્ષિક સંમેલન “જયના”નો આ વખતે પ્રોગ્રમ ન્યુ જર્સી હતો બેઉ ભાઇ બહેન પાઠશાળામાંથી ન્યુ જર્સી ગયા હતા ત્યાં ડો. દીપ મહેતાનો પરિચય થયો..ઉમ્મરમાં પાંચ વર્ષે મોટો અને રેડીયોલોજી માં આગળ ભણવા માટે હ્યુસ્ટન અવવાનો આગ્રહી પણ મનથી રોશનીને ચાહનારો મારવાડી હતો. વાતોમાં એને જ્યરે ખબર પડી કે પુર્વેશ તો ધૈર્યનો મિત્ર હતો અને રોશની સાથે તેના તે માનતો હતો તેવા કોઇ જ્ સંબંધો ન હતા ત્યારે તેના મનની વાત તેણે કરી... રોશની કહે હું એમ.બી.બી. એસ ભણી નથી,એટલે તમને તમારી પ્રેક્ટીસમાં મદદ નહીં કરી શકું.દીપ કહે મને તારી મદદની જરુર પણ નથી,મારી મૉમ ની જેમ