પ્રકરણ ૬ રેહાના કાચવાલામાંથી રંગૂન વાલા બની.તેનું આમંત્રણ આવ્યુ હતુ. પણ ‘એપલ’ છોડ્યા પછી જેમ તેનું ગામડું ભુલી ગઈ હતી તેમજ રેહાનાને ભુલી ગઈ હતી. લજ્જાનો આ સ્વભાવ હતો..તે આજમાં રહેતી હતી. ગઈ કાલ અને આવતી કાલ બંને માટે તે ઉદાસ રહેતી હતી. હા પણ બંને સંતાનો ના ઊછેર માટે તે બહુ ચોક્કસ હતી. જે શહેરમાં શક્ય હતુ તે સર્વે ઉચ્ચ કક્ષાના ભણતર માટે …ખાસ કરીને અંગ્રેજી માધ્યમ માટે તેનો આગ્રહ હતો. બધા કહેતા અંગ્રેજી માધ્યમ એસ એસ સીમાં વધુ માર્ક લાવવામાં વિઘ્ન રુપ બને છે.તે માન્યતાને ન ગણકારી બંને છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા તે અમેરિકા આવવાનું થયુ ત્યારે આશિર્વાદ