વ્હાલમનાં સથવારે- લજ્જા ગાંધી - 5

  • 3k
  • 1.2k

પ્રકરણ ૫ લગ્ન નાં દિવસે મેકપ વાળી છોકરી એ લજ્જાનો મેક અપ સુ યોગ્ય કર્યો નહોતો.તેથી તેનો મૂડ બરોબર નહોતો. પ્રણવ પણ આ મેકઅપ જોઇને નિરાશ થયો. પણ કશૂં થાય તેવું નહોતુ અને મુહુર્ત થઈ ગયુ હતુ એટલે કન્યા પધરાવો સાવધાન નાં અવાજ સાથે લાલ ચુંદડી ઓઢી લજ્જા મણીયા મામા સાથે આવી.જાનૈયા જમવા બેઠા અને ભોજન મરચા ખારેકનું શાક, મોહન થાળ અને પુરી પીરસાયા. ગર્માગરમ દાળ અને ભાત પીરસાયા પ્રણવ આકાશી કલરનાં શર્ટ સાથે ભુરા શૂટ્માં શોભતો હતો. ફોટોગ્રાફર બંને વર વધુનાં ફોટા પાડતો હતો. લગ્નની વિધિ નિયત સમયમાં પુરી થઈ. હવે જાનૈયા વિખરાયા. ડેવીડ કાકા ફીયાટ લઈને આવ્યા હતા.