હજુ ભળું ભાંખળું હતું ત્યાં બુરીમા આળસ મરડતાં ઊઠ્યાં. બે રાતથી તે સુઈ નહોતાં શક્યાં. ઉઠતાં જ તેમણે તેમનો શયનખંડ એટલે આ દાદર નીચેની, લેટર બોક્સ પાસેની જગ્યા વાળવા માંડી. આસપાસ પડેલાં શાકભાજીનાં છીલકાં કાગડાઓને બ્રેકફાસ્ટ માટે ફેંકયાં. ધૂળ ઝાટકીને ઉડાડી. પોતાની એક માત્ર, મેલી, ધૂળવાળી ગોદડી ઝાટકી અને તેમાંથી માંકડ મચ્છર ઉડાડયાં. તેમની ચીંથરેહાલ સાડી સરખી કરી અને ચોથે માળ આવેલી અગાશી તરફ એક હાથે તેમની બગલમાં ગોદડી, હાથમાં જૂની ડોલ, ખજૂરીનું સાવરણી તરીકે વાપરતાં તે પાન લઈ તેમનાં ઘૂંટણો પર બીજો હાથ મૂકી કણસતાં કણસતાં દાદરો ચડી ઉપર તરફ જવા લાગ્યાં. દાદરનાં પગથિયાં દિવસે દિવસે તેમને વધુને