વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-18 સુરેખાએ કવિતા ગાઇએ સ્તુતિએ ટેપ કરી પોતે ટાઇપ કરીને અભિને મોકલી અને સુરેખાએ ગાયેલી કવિતા સત્વનને મોકલી દીધા. બંન્ને બેડ પર આડા પડ્યાં ત્યાં સ્તુતિનાં ફોનમાં રીંગ આવી અભીની... અભીએ કહ્યું "વાહ શું સુંદર કવિતા મોકલી પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આવું બધુ તારું કામ નથી તને ના આવડે તને મને ટોકતા અને મારી સાથે ઝઘડતાંજ આવડે આ કોઇ બીજાની રચના છે એટલે કે સુરેખાએ લખી લાગે છે. સ્તુતિ કહે "સાવ વાંદરોજ છે મને ખબરજ હતી તને ખબરજ પડી જશે મેં નથી લખી. પણ સુરખી એ લખી મને ગમી.. શબ્દો એનાં છે પણ લાગણી મેં પરોવી છે