રુદ્ર નંદિની - 22

(47)
  • 8.1k
  • 1
  • 1.8k

પ્રકરણ ૨૨ કાલે કેમ કોલેજ નહોતી આવી પ્રિયા ? સ્વાતિએ પૂછ્યું . " એકટીવા ની સર્વિસ કરાવવા ગઈ હતી. એ પણ આવા ધોમધખતા તાપમાં પોતાના ઘરેથી ગેરેજ સુધી એકટીવા દોરીને . મેડમ મે તો જીદ લીધી હતી કે કોલેજ જઈશ તો એકટીવા લઈને નહીંતર નહીં જાઉં." બધા કાવ્ય સામે આશ્ચર્યથી જોઈ રહ્યા પ્રિયા પણ. " તને કોણે કહ્યું ....?" પ્રિયા બોલી. " કોણ કહે ......? તારી મમ્મીએ...." " મારી મમ્મી.....? મારી મમ્મી ને તું ક્યારે મળ્યો....?" " આજે સવારે અત્યારે તને કોલેજ પીક અપ કરવા માટે તારા ઘરે ગયો હતો ત્યારે ...."