મારું અધૂરું સપનું - 1

  • 3.7k
  • 2
  • 844

ક્રિકેટ મારો પ્રિય ખેલ છે. હું જ્યારે નાનો હતો છઠ્ઠા - સાતમા ધોરણમાં ભણતો હસુ ત્યારથી મને ક્રિકેટ રમવાનો શોખ પાગલ કરી નાખે તેવો ચડ્યો. જો કે પેલા હું રમતોજ તો પણ હું એટલો ખાસ ખેલાડી નાતો પછી જેમ જેમ રસ વધ્યો એમ એમ ક્રિકેટ પ્રત્યે ની દીવાનગી વધી. શાળામાં જ્યારે બપોરની રિશેસે પડે ત્યારે એટલે કે બપોરના 1:30 વાગે અમે ખરા બપોરે બધા મિત્રો લાકડા ના ધોકા થી ક્રિકેટ રમતા પણ એ સમયમાં મારાથી વધારે સારું મારા મિત્રો ને આવડતું હતું. તેથી કોઈક દિવસે ટીમમાં જગ્યા ન પણ બનતી. જે દિવસે ખિલાડી ઓછા હોય ત્યારે મને રમવાનો મોકો મળતો.