ખોવાયેલું મન અયાન અને અનન્યા બંને પોતપોતાના ઘરે પરત ફરે છે. અયાન તેનું મનપસંદ ગીત ગણગણાવતો ઘરમાં પ્રવેશે છે. “આવી ગયો બેટા…!” અયાનને ઘરમાં પ્રવેશતો જોઈ તેના મમ્મીએ કહ્યું.“હા…” અયાને તેના મમ્મીની વાતનો હોકારો દેતા તેના બેડરૂમમાં જાય છે. અયાન પુસ્તકાલયમાંથી લાવેલા પુસ્તકને તેની યોગ્ય જગ્યાએ મૂકી વધારે સમય ન લેતાં હાથ-પગ ધોઈને ફ્રેશ થઈ જાય છે. ત્યારબાદ પોતાની જાતને એકલી રાખતાં શયનખંડમાં પરિવાર સાથે સમય પસાર કરે છે. અયાનનો પરિવાર અનન્યાના પરિવારને ઓળખતો હોવા છતાં પણ અયાન પોતાના પરિવારને આ મુલાકાતથી અજાણ રાખે છે. હવે પરિવારને આ મુલાકાતથી અજાણ રાખવાનું કારણ તો અયાન અને ભગવાન જ જાણે. અનન્યા પણ પોતાના ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાની