રાહુલ અને જિજ્ઞાસા થોડી ક્ષણો માટે ચુપચાપ બેસી રહ્યા."તમે સસપેન્ડ થયા એ વાત નું મને દુખ છે." જિજ્ઞાસા એ વાતની શરૂઆત કરી."તમે દુખી ન થાવ, પ્રેમ મે કર્યો છે તો પરિણામ પણ હું જ ભોગવીશ ને." રાહુલ ફીકું હસ્યો."જ્યાં કાંટા ન હોય એ મારગ શાનો? ને વાંધા ન હોય એ પ્રેમ શાનો? તમે સમજદાર છો, છતાંય હું તમને એક સલાહ આપવા માંગું છું. આધ્વીકા બહું સરસ છોકરી છે એને તમારા થી દુર ન કરતા, આ બધું હું એટલે નથી કહેતી કેમકે એ મારી મોટી બેન છે.