જમીને હું થોડી વાર ફળિયામાં છાયે હીંચકા પર બેઠી. ધીમે ધીમે થોડી ઊંઘ ઘેરાતી હતી અને સાથે સાથે યાદો પણ રમતી હતી. ત્યાં બહાર વૃક્ષ નીચે એક કોલેજીયન કપલ એકબીજામાં ખોવાયેલું હતું. છોકરો મોટર સાઇકલ પર સ્ટેન્ડ ચડાવી બેઠો હતો, છોકરી એની પાસે હાથમાં હાથ નાખીને ઉભી હતી. જાણે બંને એકબીજાને કઈક પ્રોમિસ કરી રહ્યા હોય. બાલિશ લાગતી આ રમતમાં જિંદગીના ઘણા ફેસલા થઈ જતા હોય છે. -- તે દિવસે દિપક પણ મને આમ જ મળવા આવેલો. તે વરસાદી દિવસ પછી આજે અમે પહેલી વખત એકાંતમાં મળ્યા. શું બોલવું એ જ સમજાતું નહોતું. એક દિવસે અમે એકમેકમાં એક થઈ ગયેલા