બધા પ્રિન્સિપલ ઓફીસ ની બાહર આવે છે."શું વાત છે વેદિકા. તે એવું તો શું કર્યું મોન્ટી ના પપ્પાએ અહીંયા આવીને મોન્ટી પાસે માફી મંગાવી?" હર્ષીતા ખુશ થતા બોલે છે."અને હા પેલા મોન્ટીનું મોઢું જોવાનું હતું. કેવું બંદર જેવું થઈ ગયું હતું." કપિલ પોતાના હંમેશા ના મજાકિયા અંદાજ માં બોલે છે અને બંદર જેવું મોઢું કરે છે. બધા તેને જોઇને હસવા લાગ્યા."સાચે યાર મજા આવી ગઈ. વેદિકા તે કંઈ કર્યું ન હોત તો મે તો નક્કી જ કર્યું હતું કે તે મોન્ટી જેવો કોલેજની બહાર આવે તો એને ફરીવાર મેથીપાક ચખાડીશ. પણ હવે એ બચી ગયો." આરવ દાંત કચ કચાવીને બોલે