ભાગ (૧૮) આશા સવલી રઘુની મનોદશામાં ફરક જુવે છે.તે શાંત, વિચારોમાં ડૂબેલો અને મૂંઝવણમાં લપેટાયેલો હતો.એની આવી દશા જોઈને સવલી ફરી હીરલીની કહેલી વાત મસ્તિષ્કમાં દોહરાવે છે.રાધા સુંદર તો હતી અને તેની સાથે ગુણવાન પણ. "જો રાધા કુંવારી હોત તો એની હારે રઘુના લગન કરાવવામાં વાધો ન્હોતો પણ વિધવા હારે લગન કરાવવા એ સમાજની આડમાં જવું પડે એમ સ." સવલી સતત આજ વાત મનમાં ખટકી રહી હતી. સમાજના રિવાજો એ માનવ માટે દૃષ્ટિબિંદુ બની જાય છે. જે એના વિરુદ્ધમાં જાય તે ગુનેગાર અથવા પાપી ઠેહરે છે. એ જ દશા સવલીની હતી. લોકોના કહેણ,