વેધ ભરમ - 28

(200)
  • 9.8k
  • 8
  • 5.6k

શિવાનીએ વાત કરવાની શરૂઆત કરી “અઢાર તારીખે લગભગ પાંચ વાગ્યાની આસપાસ કબીરનો મારા પર ફોન આવ્યો અને મને હોટેલમાં મળવા બોલાવી. હું કબીરને હોટેલમાં મળવા ગઈ ત્યારે કબીરે મને કહ્યું કે ચાલ આપણે બંને લગ્ન કરી લઈએ. હવે તો તારી પાસે દર્શન વિરુદ્ધ પૂરાવા પણ છે એટલે તને સહેલાઈથી ડીવોર્સ મળી જશે. ત્યારબાદ અમે બંનેએ ઘણી ચર્ચા કરી અને પછી નક્કી કર્યું કે કબીર દર્શનને મળી અમારા બંનેના સંબંધ વિશે વાત કરે અને મને ડિવોર્સ આપવા માટે સમજાવે. આમ નક્કી કરીને અમે બંને છુટા પડ્યા ત્યારબાદ કબીરે દર્શનને ફોન કરી મળવાનું કહ્યું. દર્શને તેને ફાર્મહાઉસ પર દશ વાગ્યાની આજુબાજુ મળવાનું