દિવાળી વેકેશન ના દિવસો માં " નિહારિકા " તેનાં મમ્મીપપ્પા સાથે દાદા ઘેર ગામડે આવ્યાં હતાં . દાદીમા હીંચકા પર બેઠાં બેઠાં માળા ફેરવતાં હતાં અને દાદાજી ફળિયામાં લીમડાના છાયેણે નીચે ખાટલા પર સૂતા સૂતા છાપું વાંચતા હતા . નિહારિકા દાદાજી ને મળી અને લીમડાના ઝાડ પાસે જઈ ને હાથ લાંબો કરી મોબાઇલ સામું જોતી જોતી ચહેરા ને ત્રાસું કરી , આંખો ને ઝીણી કરતા ની સાથે હોઠને વાંકાચૂંકા કરવા લાગી મોઢાને વારંવાર મોબાઈલમાં જોયા કરતી હતીતે જોઈ દાદાજીએ છાપું પડખે મૂકી ને પૂછ્યું ,બેટા , આ તું શું કરે છે . ?દાદાજી , આને મોબાઈલ ની ભાષા મા સેલ્ફી ફોટો પાડ્યો