પ્રણામી

(20)
  • 3.4k
  • 2
  • 1k

પ્રણામી સ્કુલથી આવી, પાટલીબદ્ધ નાખેલી સાડીમાં હવે કરચલીઓના સડ દેખાતાં હતા, સવારની ચમકમાં જરાક નરમાઇ વર્તાઈ રહી હતી, આખા દિવસનાં બાળકો જોડે લીધેલાં ક્લાસમાં એનો જ ક્લાસ લાગી ગયો લાગતો હતો!આખો દિવસ બાળકોને ભણાવીને એ થાકેલી લાગતી હતી, આમ પણ એક બાળક સાચવતાં સાચવતાં જો માં ઘરે થાકી જાય છે તો ખીચીખીચ ભરેલો પ્રાથમિક સ્કુલના કલાસને એકલા હાથે સાંભળવો એ તો માત્ર એ ટીચર્સ જ જાણતાં હોય છે આખો દિવસ એમની જોડે લમણાંકૂટ કરી ને આવતાં હશે! સાવ નાની ઉંમર ભણીને તરત જ નવી નવી નોકરીએ લાગેલી બાળકી જ જણાઈ રહી હતી પ્રણામી. નામ પ્રમાણે ગુણ પણ