અચાનક કંઇક ખળભળાટ થતાં પરાગીની આંખ ખુલી ગઈ, ઘડિયાળમાં જોયું તો હજુ સવારના ૬ વાગતા હતાં, વરસાદી શિયાળાની ઠંડીમાં પતિ રાહુલ અને દીકરો માસૂમ ગાઢ નિંદ્રામાં હતા. તે હળવેકથી ઊઠીને બાલ્કનીમાં આવીને જોયું તો એક બિલાડીનું બચ્ચું ભૂલું પડી ગયું હતું તેને દૂધ આપ્યું આમ તો જો રોજ જેવી જ સવાર હોત તો તે પોતે પણ પાછી સૂઈ ગઈ હોત પણ તે ગઈકાલે તેની ઑફિસની મિત્ર કાલિંદીનો ફોન આવ્યો ત્યારથી જ વિચારમાં ડૂબેલી હતી, આથી તેણે ફરી સૂવાને બદલે પોતાના માટે કૉફી બનાવીને પોતે ખંત થી બનાવેલ મીની બગીચા વચ્ચે પોતાના ફેવરીટ હીંચકા પર ગોઠવાઈ ગઈ અને અતીતમાં સરી પડી. મિસ