રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૮ રવિના અને જતિન ધીમા સ્વરમાં ધારાસભ્ય પદની ટિકિટની વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક ટીનાએ ચા બનાવવાનું પૂછ્યું એટલે બંનેએ ચોંકીને જોયું. ટીનાનો અવાજ દૂરથી આવ્યો હતો. બંનેને રાહત થઇ કે ટીનાએ તેમની વાત સાંભળી નથી. ટીના કિચનના દરવાજા પાસેથી પૂછી રહી હતી. તેણે મોટા અવાજે પૂછ્યું હતું. રવિનાએ બહાર આવીને ના પાડી.જતિન કહે:"આપણે વાત કરતાં ભૂલી ગયા કે ગમે ત્યારે આ કામવાળી આવી શકે છે. અને આપણી વાત સાંભળી શકે છે. સારું છે કે એણે દૂર રહીને પૂછ્યું...હું તો કહું છું બારણું બંધ કરીને વાત કરીએ..."રવિના વાળની લટને મોં પરથી ખસેડતાં બોલી:"જતિન,