ફરી મળીશું !!પ્રકરણ - ૧૧ગુપ્તાજી ટ્રેડર્સમાં મારા છ મહિના થઈ ગયા હતા. ધીરે ધીરે હવે મારુ જીવન સ્થિર થઈ રહ્યું હતું. વડોદરા મને ફાવી ગયું હતું, હું પણ તેના અનુરૂપ થઈ ગયો હતો. રોજ ઓફીસ જવું અને બાકીનો સમય કૃણાલ સાથે શહેરમાં ફરવું બસ આજ રૂટિન થઈ ગયું હતું. ક્યારેય કયારેક ઘરે અથવા અતુલને કોલ કરી લેતો હતો. ઈશા પણ જાણે હવે ધીરે ધીરે મારાથી દૂર જઇ રહી હોય તેમ લાગી રહ્યું હતું." ધવન, પ્રણવસર તને તેમના કેબિનમાં બોલાવી રહ્યા છે." લોપાએ આવીને કહ્યું." હા, પાંચ મિનિટમાં આવું " આટલું કહી હું મારા કામમાં વ્યસ્ત હતો. મારુ કામ પતાવી હું