Dear પાનખર - પ્રકરણ - ૨૦

(12)
  • 2.5k
  • 974

આકાંક્ષાએ અમોલને કૉલ કર્યો. અમોલનાં ફોન પર ફક્ત રીંગ જ વાગતી હતી. થોડીવાર રહીને ફરી પ્રયત્ન કર્યો. પરંતુ ફરી પણ રિંગ જ વાગતી હતી. ' હજુ તો રાતનાં નવ વાગ્યા છે આટલા વહેલા થોડા કાંઈ સૂઈ ગયા હશે ? તો પછી શું કારણ હશે કે ફોન નથી ઉપાડતા ? કંઈ નહીં મારો મિસ્ડ કૉલ તો‌ જોશે જ ને ! ' મનમાં વિચારતા આકાંક્ષાએ ફોન બાજુમાં મૂક્યો. મોક્ષ અને મોક્ષા આજુબાજુ વાર્તા સાંભળવા આવી ગયા હતા. રોજની માફક ધમાલ - મસ્તી , જાત - જાતની અને ભાત - ભાત ની વાતો કરતાં કરતાં બન્ને બાળકો સૂઈ ગયા. આકાંક્ષાએ