રહસ્ય-પ્રકરણ-૩

(27)
  • 2.9k
  • 1.2k

રહસ્ય.....(SECRET) ​પ્રકરણ-૩ આમ જ આ મકાનમાં રહેવા આવે એક-બે નહિ પણ છ માસ જેવો સમય પૂરો થવા આવ્યો અને અંજલિએ મારા મનમાં સખત એના વિચારોથી મને જકડી દીધો હતો. રાત-દિવસ તેના વિચારો આવ્યા કરતા હતા. મારા ઘરમાં આવવા જવાના સમયે તેનું ગેલેરીમાં ઉભા રહેવું અને મને જોતા રહેવું એમ તેનો ચહેરો વાંચતા મને પણ સતત એમ થયા કરતું હતું કે અંજલી મારી સાથે વાત કરવાની તક શોધ્યા કરતી હોય તે હું સમજી શકતો હતો. રજાના દિવસ દરમિયાન હું ઘરે હોઉ ત્યારે તે તેના ઘરમાંથી નીચે ઉતરે ત્યારે કોઈને કોઈ બહાને હું તેની આંખોમાં મને એકાંતમાં મળવાની તેની ઈચ્છાને તેની આકાંક્ષાને જોતો હતો. સુરભી ઘરમાં આખો દિવસ રહેતી હતી. અને અંજલિ ને પણ ઘરમાં તમામ કામનો અને તેના બાળકોને કારણે સમય મળતો