રહસ્ય-પ્રકરણ-૨

(13)
  • 2.6k
  • 1.1k

રહસ્ય.....(SECRET) ​પ્રકરણ-૨ આ નવા મકાનમાં રહેવા આવ્યા બાદ થોડા દિવસો વીતવા લાગ્યા હતા. આ દરમિયાન મારા અંતરમાં અંજલી તરફ કંઈક વધુ આકર્ષણ થઈ રહ્યું હતું. અંજલી વયસ્ક હતી, ત્રણ બાળકોની માતા હતી, આમ છતાં તેના તરફ આકર્ષણ હતુ તે સ્વભાવિક હતું. આમ છતાં તે સ્વીકાર કરવા હું અંદરથી તૈયાર ન હતો. ત્રણ બાળકોની માતા બન્યા બાદ પણ તેનામાં સુરભી કરતાં વિશેષ આકર્ષણ હતું. તેની શ્યામવર્ણી સુરેખ કાયા, મંદ-મંદ તેનું હાસ્ય, આ બધુ નિરખતો તેની તરફ લક્ષ્ય આપતો હતો. પરંતુ અંદરથી મને હુંગુનેગાર છું તેવું થતું હતું. કોઈક સમયે તો એવો વિચાર મનમાં આવતાં ચમકી પણ જતો, કે કોઈ દિવસ સુરભી ઘરમાં નહી હોય ને એકદમ અંજલી મારા મકાનમાં આવી જશે, બારી દરવાજો બંધ કરી દેશે, સંધ્યાકાળનો સમય હશે- આવા