રહસ્ય-પ્રકરણ-૧

(20)
  • 2.8k
  • 1.3k

રહસ્ય.....(SECRET) ​પ્રકરણ-૧ કારતક માસ દરમિયાન વર્ષના પ્રારંભે જ મકાન બદલી નાખ્યું. અને નવા મકાનમાં રહેવા આવી ગયા હતા. બે માળનું મકાન હતું. જેમાં ઉપરના માળે મકાન માલિક પોતે રહેતા હતા. નીચેના માળે બે રૂમ રસોડાનો મકાન હતું. જે મકાનના નીચેના બારી-બારણાંમાંથી આજુબાજુના નાના છાપરાવાળા મકાનો તેમ જ સામેનું ખુલ્લું ચોગાન નજરે પડતું હતું. મકાનના ઉપરના માળે રહેતા મકાનમાલિક અજય શર્મા જેઓ રાજસ્થાનના વતની હતા, તેઓ પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતા હતા. અજય શર્મા સરકારી કચેરીમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. તેમની પત્ની શ્યામવર્ણી અંજલી બહુ જ ખુલ્લા દિલની હસમુખી હતી. ત્રણ બાળકો મકાન ની નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. જ્યારે હું મકાન ભાડે રાખવા માટે મકાનની તપાસ કરવા આવેલ ત્યારે મકાન બતાવનાર દલાલની સાથે પ્રથમ વખત આવેલ તે સમયે મારી