યમરાજની મૃત્યુનો પ્રસંગ

(23)
  • 5.9k
  • 1.8k

પ્રાચીનકાળમાં કાલાંજરમાં રાજા શ્વેતકેતુ રાજ્ય કરતા હતા, તેઓ ભગવાન શિવનાં ઘણા મોટા ભક્ત હતા. તેમની ભક્તિથી તેમના રાજ્યમાં અન્ન અને જળની અછત નહોતી. વૃદ્ધ થવા પર રાજા શ્વેતકેતુ પોતાના પુત્રને રાજ્ય સોંપીને ગોદાવરી નદીના તટ પર એક ગુફામાં શિવલિંગ સ્થાપિત કરીને ભગવાન શિવની આરાધનામાં લાગી ગયા. હવે તેઓ રાજા શ્વેતકેતુથી મહામુનિ શ્વેત બની ગયા હતા. તેમની ગુફાની ચારેબાજુ પવિત્રતા અને સાત્વિકતા છવાયેલી હતી. શ્વેતમુનિને ના રોગ હતો, ના શોક હતો. તેટલા માટે તેમની આયુ પુરી થઈ ગઈ છે તેનો તેમને આભાસ પણ ન થયો. તેમનું પૂરું ધ્યાન ભગવાન શિવની આરાધનામાં લિન હતું. યમદૂતોએ શ્વેતમુનિનાં પ્રાણ લેવા જ્યારે ગુફામાં પ્રવેશ કર્યો તો