પતિ પત્ની અને પ્રેત - 8

(87)
  • 7.9k
  • 2
  • 3.9k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૮વિરેનને કંઇ સમજાતું ન હતું. એ પોતે જ પોતાની ઓળખાણ કેમ પૂછી રહ્યો છે? આ સ્ત્રી હું સાજો થયા પછી મને બધું યાદ આવી જશે એમ કેમ કહી રહી છે? હું મારો ભૂતકાળ ભૂલી ગયો છું? મને કેમ કંઇ યાદ આવી રહ્યું નથી. આ સ્ત્રી ખરેખર છે કોણ? તે મને આટલો બધો પ્રેમ કેમ કરી રહી છે? એનું ચુંબન, એનો સ્પર્શ મને કોઇ બીજી જ દુનિયામાં લઇ જઇ રહ્યો છે. હું તેના મોહપાશમાં બંધાયેલો કેમ લાગું છું? એ છેજ કેટલી સુંદર અને નખરાળી. અત્યારે મને કહીને કેવી મટકાતી ચાલે જઇ રહી છે. તેના અંગેઅંગમાંથી મસ્તી