જીવન સફરના સાથી - 3

(17)
  • 3.3k
  • 3
  • 1.1k

સૌંદર્યા એને આખું ઘર બતાવી બહાર ગાર્ડનમાં લઈ આવી.બન્ને સામસામે ખુરશી ઉપર ગોઠવાયાં એટલે સૌંદર્યા એ પૂછ્યું કે અચાનક તું અહીં? આટલા વર્ષો પછી?મારા લગ્નમાં કેમ ન આવ્યો? તે કોઈ શોધી કે નહીં? એ માટે જ તો આવ્યો છું વિનયે સ્મિત કરતાં કહ્યું. એટલે?...અરે તું મને શ્વાસ લેવાની તક તો આપ એક સાથે કેટલા સવાલ વિનય બોલ્યો.સૌંદર્યાએ થોડા સંકોચ સાથે સોરી કહ્યું... વિનય વાતની શરૂઆત કરતા બોલ્યો સૌંદર્યા તારે સોરી કહેવાની જરૂર નથી તારો હક છે મને સવાલ કરવાનો.સૌંદર્યા તેની સામે જોઈ રહીં.વિનયે તેની આંખોમાં આંખો પરોવીને કહ્યું આજે હું તને મારા દિલ ની વાત કહેવાની આવ્યો છું તારે જાણવું છે