કરિયાવર

(61)
  • 7.4k
  • 3.1k

ફર્નિચર ની દુકાન શરૂ કરી એના પાંચ વર્ષ વિતી ગયા. અવનવા લોકો ના પરિચય માથી પસાર થયો છું. ખૂબ જ અમીર લોકો થી માંડી ગરીબ ઘરના લોકો પોતાની દીકરીના કરિયાવર માટે ફર્નિચર ની ખરીદી કરવા આવતા. પાંચ વર્ષ ના વેપાર ના અનુભવ પરથી એટલું તો હું ચોક્કસ પણે શીખ્યો જ છું કે આવનાર ગ્રાહક કેટલું ખરીદવા સક્ષમ છે. એની વાણી, વર્તન અને પહેરવેશ પરથી હું એમનું બજેટ નક્કી કરી લેતો. એમના બજેટ ને અનુકૂળ પડે એજ વસ્તુ હું એમને બતાવતો. પરંતુ એક એવું ગ્રાહક આવી ચડ્યું જેણે મારા આટલા અનુભવ