કમજોર કડી – સોગંદ – દિવ્યેશ ત્રિવેદી

  • 3.9k
  • 1k

થોડા દિવસ પહેલાં કોલેજકાળના મિત્ર મળી ગયા. આ મિત્રને એ દિવસોમાં એક વિશિષ્ટ આદત હતી. તેઓ વાત વાતમાં સોગંદ ખાતા હતા. લગભગ બધા જ મિત્રોનો એવો અનુભવ હતો કે જ્યારે પણ તેઓ સોગંદ ખાઈને વાત કરતા ત્યારે તે અચૂક ખોટી સાબિત થતી. આડી અવળી વાતો કર્યા પછી એમને પૂછ્યું કે, “આટલી વારથી તમે સોગંદ ખાધા વિના વાત કરી સોગંદ ખાવાનું કેમ છોડી દીધું?” આવા માર્મિક પ્રશ્નના જવાબમાં એમના ચહેરા પર હળવાશને બદલે ગમગીની ઉતરી આવી. પહેલાં તો તેઓ કંઈ બોલ્યા નહીં. પરંતુ આગ્રહ કરીને પૂછ્યું ત્યારે એમણે આખી વાતનો ફોડ પાડ્યો. એમણે કહ્યું કે, “સાચી વાત એ છે કે કોઇ