ટ્રેનનો સફર

(15)
  • 4.5k
  • 1
  • 1.3k

અમેરિકાનાં એક નાનકડાં એવા શહેર મેનલો પાર્ક (ન્યુ જર્સી) માં સન.૧૮૭૮ નાં ડિસેમ્બરની એક સવાર છે. સવારનો વહેલો ટાઈમ હતો. રાતની આળસ મરડીને શહેર ફરી પાછું બેઠું થવાની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ ડીસેમ્બરનાં આ સમયમાં ઠંડીનું સામ્રાજ્ય ચારે તરફ ફેલાયેલું હતું. ચારેબાજુ ધૂમમ્સ ભર્યું વાતાવરણ હતું. ગાત્રો થીજવી નાખે તેવી ઠંડી હતી. નાનકડું એવું શહેર હોવાથી આમ પણ અહીંયા અવરજવર ખૂબ ઓછી રહેતી હતી, પરંતુ આજે ઠંડી અન્ય દિવસ કરતા કંઈક વધારે જ હતી. આ જ શહેરનું રેલ્વે સ્ટેશન એ આ શહેર માટેની જીવાદોરી હતી. આ રેલવે જ મેનલો પાર્કને અન્ય મુખ્ય શહેરો સાથે જોડતું હતું. રેલવે સ્ટેશન પર લાંબા