ચોપન “શું?” વરુણનો નિર્ણય સાંભળીને સોનલબાના મોઢામાંથી રીતસર ચીસ નીકળી ગઈ. સોનલબાનો મોટો અવાજ સંભળાતા આસપાસ ઉભાં રહેલા વિદ્યાર્થીઓ આ ત્રણેય મિત્રો સામે જોવા લાગ્યા. “હા, બેનબા. હું કોલેજ છોડીને જાઉં છું.” વરુણે પોતાનો નિર્ણય દોહરાવ્યો. થોડો સમય ત્રણેય શાંત રહ્યા અને એકબીજા સામે જોતાં રહ્યાં. જો કે વરુણ મોટાભાગનો સમય નીચે, જમીન પર જ નજર ટેકવીને ઉભો રહ્યો. તેને ખબર હતી કે કૃણાલને તો તેનો નિર્ણય ગમ્યો જ નથી પરંતુ સોનલબાને તો તેના આ કઠોર નિર્ણયનું ખરું કારણ ખબર છે એટલે એ એમની સાથે આંખમાં આંખ મેળવીને વાત કરી શકવા માટે સક્ષમ ન હતો. “રહેવા દો કૃણાલભાઈ, આપણે