અંગત ડાયરી - તેરે દ્વાર ખડા ભગવાન

  • 4.8k
  • 1
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : તેરે દ્વાર ખડા ભગવાન લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૩, ડીસેમ્બર ૨૦૨૦, રવિવાર એક સંતે એક મસ્ત ઉદાહરણ આપેલું. નોકરને ત્યાં લગ્ન પ્રસંગમાં શેઠે, શેઠાણીને હેલ્પફૂલ થવાના આશયથી વહેલા મોકલ્યા. સવારમાં સજીધજીને શેઠાણી નાની અમથી શેરીની છેલ્લી ડેલીમાં પ્રવેશ્યા. નોકરની વહુ મહેમાનો માટે ચા બનાવી રહી હતી. શેઠાણીએ જઈ જેવું પૂછ્યું કે ‘કંઈ કામ હોય તો કહો...’ કે તરત જ વહુએ સાવરણો પકડાવી ફળિયું વાળી નાંખવાનું કામ સોંપી દીધું. શેઠાણી તો બિચારા કામે લાગી ગયા. અર્ધી કલાકમાં શેઠ પણ તૈયાર થઈને ત્યાં પહોંચ્યા. તેઓ તો લઘર વઘર હાલતમાં શેઠાણીને જોઈ ચોંકી જ ઉઠ્યા. લગ્ન બાદ પાછા