એક મિત્ર તેમના યુવાન પુત્રની સમસ્યાથી ચિંતિત છે. એમના કહેવા મુજબ તેમના ટીકુરાએ ભણવાનું છોડી દીધું છે. એ કહે છે કે ભણવાનું કોઈ જ પ્રયોજન નથી. એના જીવનમાં વ્યવસ્થા જેવું કંઈ જ નથી. રાત્રે મોડા સુધી જાગે છે, ટી.વી. જુએ છે અથવા મેગેઝીન વાંચે છે. સવારે ગમે તેટલા વાગે ઊઠે છે. જમવાનું અનિયમિત છે અને એનો રૂમ તો જાણે ઉકરડો હોય એવું લાગે છે. જીવનમાં વ્યવસ્થા જેવું પણ કંઈક છે એવું એને સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ કહે છે કે, “જીવનનું શું પ્રયોજન છે…?” ગમે તેટલા વ્યવસ્થિત થઈએ, કમાઈએ કે તમે જેને પ્રગતિ કહો છો એ હાંસલ કરીએ તો પણ