હમેં તુમસે પ્યાર ઇતના - 11

(23)
  • 3.5k
  • 5
  • 1.4k

પ્રકરણ- અગિયારમું/૧૧‘લલિત... લલિત .. આ શું ? કેમ થયું ? લલિત ?કંઈ પ્રત્યુતર આપવાનો પ્રયાસ કરે એ પહેલાં તો લલિતએ આંખો મીંચી દીધી.અને કાળી રાત ચીરતી મેઘનાની કારમી રાડ ફાટી ગઈ.હરણફાળ ભરતી મેઘના દોડી બેડરૂમમાં તેનો મોબાઈલ લેવા.ઘડીના છત્ઠા ભાગમાં તેની માનસિક અવસ્થાને સ્વસ્થ કરીને કોલ જોડ્યો ૧૦૮ એમ્બ્યુલેન્સ સેવા કેન્દ્રમાં.પાંચ જ મીનીટમાં જરૂરી પેપર્સ અને પૈસા તેના પર્સમાં નાખીને ત્વરિત ગતિએ દાદરો ઉતરીને નીચે આવતાં જ મેઈન ગેઇટ પર સાયરનની ચીચયારી સાથે એમ્બ્યુલેન્સ પણ આવી પહોંચી. સહાયકની મદદથી લલિતને સ્ટ્રેચર સાથે એમ્બ્યુલેન્સમાં ગોઠવતાં નીકળ્યા હોસ્પિટલ તરફ. હવે લલિતના ઘાવ પરનો રક્તસ્ત્રાવ બંધ થઇ ગયો હતો. ઈમરજન્સી વોર્ડમાં એડમીટ કરતાં, ફરજ પરના