અમાસનો અંધકાર - 31

  • 3.9k
  • 3
  • 1.3k

શ્યામલીએ હવે નક્કી કરી જ લીધું છે કે એ જુવાનસંગના જુલ્મો સહન નહીં જ કરે. એ એકલી જ છુટવા નહોતી માંગતી એ દોજખમાંથી. એ બધાને સાથે લઈને ચાલવા માંગતી હતી. હવે આગળ... નારદના ગયા પછી રળિયાત બાએ શ્યામલીને કહ્યું કે" જો, આ ચતુરદાઢી અને જુવાનસંગનો કાળો કાગડો છે." શ્યામલી : " કાગડો પણ કયારેક તો મુંઝાતો હશે ને બા ! કાગડાને ખીર - પૂરી, ઉંદરડાનો શિકાર કે ગંદકી પીરસો તો પણ એ હોંશે હોંશે આરોગે." મમતા : "ભાભી, હું તમને સાથ આપીશ. જીવ ગૂમાવવો પડે તો ભલે, પણ આ કેદ આવનારી પેઢી માટે સપનું જ બની જવી જોઈએ."