અમાસનો અંધકાર - 30

  • 4.2k
  • 1.4k

શ્યામલીએ પોતાની વાત રળિયાત બા સમક્ષ મુકી પણ રળિયાત બા એની હિંમતને ખોટું સાહસ જ કહે છે. શ્યામલી જરા પણ હિંમત નથી હારતી. એ તો પોતાના મનમાં ચાલતા વિચારોને જીવંત બનાવવા માંગે છે. હવે આગળ... રળિયાત બાની વાતથી શ્યામલી એટલું તો સમજે જ છે કે આ બધાને જમીનદારનો ડર સતાવે છે. એ ફરી રળિયાત બાને એકવાર સમજદારીથી વિચારવાનું કહે છે. રળિયાત બા એને ફરી ચેતવે છે કે " દીકરી, આ નારદ ખરેખર નારદમુનિ જ છે. તારી પાંખો ફફડશે એ સાથે જ જુવાનસંગને જાણ થઈ જશે. તારી સ્વતંત્રતા આ બધી અબળા પર ભારે પડશે. તારે ભાગવું હોય તો ભાગી શકે