અમાસનો અંધકાર - 29

  • 3.6k
  • 1
  • 1.4k

આપણે આગળ જોયું એ મુજબ શ્યામલીના પિતા એને મળવા આવે છે હવેલીમાં.. બેયની વાતચીતમાં શ્યામલી જરાપણ નજર નથી મિલાવતી એના પિતાથી... એ જમીન ખોતરે છે પગના અંગૂઠાથી અને એક જ્વાળામુખીને હ્રદયમાં ધરબીને બેઠી હોય એમ જ અંદરના તાપે ઊકળે છે. જતા જતા એના પિતા એના માટે શું મોકલાવે કે લાવી આપે એવી વાત કરે છે.. શ્યામલીએ એક ખુન્નસ સાથે જણાવ્યું કે "આપવું જ હોય તો બાપુ, ગાડું ભરી કટાર અને તલવાર મોકલો. હું અબળા કે નિરાધાર એવા શબ્દો સહન નહીં કરી શકું. હું હિંમતભેર બધાને એક બનાવીશ અને આ દોજખમાંથી છોડાવીશ. અહીં જીવવા કરતા ગંદી ગટરમાં સડવુ સારૂં.. ત્યાં