પ્રતિશોધ તૃતીય અંક: - 16

(203)
  • 6.1k
  • 5
  • 3.5k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-16 તારાપુર, રાજસ્થાન પોતે માધવપુરના રાજગુરુ એવા ભાનુનાથ જેવી દિવ્યાત્માનો પુનર્જન્મ છે એ વાતને આદિત્ય ધીરે-ધીરે સ્વીકારવા લાગ્યો હતો. આવતીકાલે જ કાલરાત્રીને જીવિત કરવાની વિધિ થવાની હતી એ વાત જાણ્યા બાદ આદિત્ય કોઈપણ ભોગે એ વિધિ રોકવાનો નીર્ધાર કરી ચૂક્યો હતો. આ કાર્યમાં બ્રહ્મરાક્ષશ પોતાના માટે સહાયક બનશે એવી આશા સાથે આદિત્ય તારાપુર ગામના તળાવ નજીક ઊભેલા વડ વૃક્ષ તરફ પોતાની કાર લઈને આગળ વઘ્યો. દસેક મિનિટમાં તો આદિત્ય ત્યાં આવી પહોંચ્યો. રાતના હજુ દસ વાગ્યા હતા છતાં ત્યાં સ્મશાનવત શાંતિ પ્રસરાયેલી હતી. ખુલ્લો વિસ્તાર હોવાથી તળાવ પરથી આવતા પવનના સુસવાટા શાંત વાતાવરણને વધુ વિહ્વળ બનાવતા હતાં.